Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Woman commits suicide by giving poison to two daughters in Dabholi

VIDEO: ઘર કંકાસનું દુ:ખદ પરિણામ, ડભોલીમાં મહિલાએ બે દીકરીઓને ઝેર પીવડાવી કરી આત્મહત્યા

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ડભોલી વિસ્તારમાં રસોઈ અને ઘરકામ જેવી સામાન્ય બાબતોના કંકાસે એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. બે પુત્રીઓને ઝેરી દવા પીવડાવીને માતાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સામાન્ય બાબતે કંકાસ થતો હતો તે કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું.

App Store

મહિલાનું સારવાર દરમિયાન મોત 

મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો બીજી તરફ ૬ વર્ષની વેનીશા અને ૫ વર્ષની આરવી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ડભોલી ગામમાં રહેતી રત્નકલાકારની પત્નીએ તેની બે પુત્રીને ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની મિતલબેન સાથે ઘરમાં અવારનવાર રસોઈ કે જમવા બાબતે તેમજ અન્ય નાનીમોટી વાતોને લઈ ઝઘડાઓ થતા હતા. આ કારણે જ મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.