Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO/ Surat Police Commissioner in a rant: Pune PI suspended

VIDEO/ સુરત પોલીસ કમિશનર સપાટામાં: પુણા PI સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અત્યારે ભારે એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. પુણા પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા બે-બે વાર સફળ રેડ કરવામાં આવી હતી. આ ગંભીર નિષ્કાળજી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ પોલીસ કમિશનરે પુણા પોલીસ મથકના પી.આઈ. વી.એમ. દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે તેમની જગ્યાએ ટ્રાફિક શાખાના પી.આઈ. સી.બી. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.

App Store

મહત્વનું છે કે, અનુપમસિંહ ગેહલોત છેલ્લા બે વર્ષથી સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના તેમના કાર્યકાળમાં કોઈ ઉચ્ચ અધિકારીને સીધા સસ્પેન્ડ કર્યા હોય તેવો આ પહેલો કિસ્સો છે. સામાન્ય રીતે પોલીસ બેડામાં આવી લાલિયાવાડી બદલ બદલીની સજા અપાતી હોય છે, પરંતુ કમિશનરે પહેલીવાર આવું આકરું પગલું ભરતા લાંચિયા અને બેદરકાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કડક કાર્યવાહી હાલ સમગ્ર સુરત પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની છે.