Video: Suratમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ સમેટાઈ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાલ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટરો દ્વારા યોગ્ય પ્રોટેક્શનની માગણી સાથે હડતાલ પાડવામાં આવતા, ગંભીર દર્દીઓને પણ યોગ્ય સારવાર વિના અન્ય હોસ્પિટલમાં લઈ જવાનો અથવા ઘરે જવાનો વારો આવ્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા સિનિયર ડોક્ટરો અને RMO (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) સહિતના અધિકારીઓએ તાત્કાલિક મીટિંગનો દોર શરૂ કર્યો છે, જેથી આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવી શકાય અને દર્દીઓને સારવાર મળી શકે. જો કે આ હડતાલ નો અંત આવ્યો છે. રેસીડેન્ટ ડોકટરો સેવા પર પાછા ફર્યા છે.
બોલાચાલી બાદ વિવાદ વકર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હડતાલની શરૂઆત ડોક્ટર અને દર્દી વચ્ચે થયેલી બોલાચાલીથી થઈ હતી. એક દર્દીના સગા દ્વારા ડોક્ટર સાથે માથાકૂટ અને ગેરવર્તણૂક કરવામાં આવતા, ડોક્ટરે આ અંગે CMO (ચીફ મેડિકલ ઓફિસર)ને રજૂઆત કરી હતી અને હોસ્પિટલમાં પોતાની સુરક્ષાની માંગણી કરી હતી.
જોકે, CMO દ્વારા પ્રોટેક્શન આપવાના બદલે, CMO સાથે બેઠેલા અન્ય વ્યક્તિ દ્વારા ડોક્ટરને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આના કારણે ડોક્ટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને તમામ રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક અસરથી હડતાલ પર ઉતરી ગયા હતા. ડોક્ટરોની મુખ્ય માંગણી છે કે તેમને હોસ્પિટલમાં કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ અને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે.
દર્દીઓની હાલત કાફીડી
ડોક્ટરોની અચાનક હડતાલને કારણે હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીઓની હાલત કફોડી બની છે. લસકાણાથી આવેલા એક દર્દીએ GSTV સાથે વાતચીત કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી કે, તેમને પેટમાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો છે, છતાં તેમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કે સારવાર આપવામાં આવી રહી નથી. હડતાલના કારણે દર્દીઓને સારવાર વિના રઝળવું પડ્યું હતું, જેના કારણે દર્દીઓ અને તેમના સગાંઓમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થિતિની ગંભીરતાને જોતા સિનિયર ડોક્ટરો અને RMO (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) સહિતના અધિકારીઓએ તાત્કાલિક મીટિંગનો દોર શરૂ કર્યો છે, જેથી આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવી શકાય અને દર્દીઓને સારવાર મળી શકે.

