VIDEO: ગુજરાત પોલીસનું ટી-શર્ટ પહેરી રીલ બનાવતા ઈન્ફ્લુઅન્સરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સોર્સ : gstv
સુરતમાં ગુજરાત પોલીસને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ઈન્ફ્લુઅન્સર ગુજરાત પોલીસનું ટી-શર્ટ પહેરી રીલ બનાવતો જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. પોલીસની છબી અને યુનિફોર્મનો આ પ્રકારનો ઉપયોગ યોગ્ય છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, વાયરલ વીડિયોની પૃષ્ઠભૂમિ અને તેમાં દેખાતા વ્યક્તિ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે પણ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. GSTV વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.

