Video: સુરતની લાજપોર જેલમાં હત્યાના આરોપીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત, જાણો પરિવારજનોએ શું કહ્યું
સોર્સ : gstv
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં હત્યાના આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-42 માં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટના બુધવારે રાત્રે 8:20 વાગ્યાના આસપાસ બની, જેલ કર્મચારીઓએ રાઉન્ડ દરમિયાન તેને બેભાન હાલતમાં જોયો. આરોપી 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં ધરપકડ થઈને જેલમાં બંધ હતો. આપઘાતનું કારણ હાલ સુધી સ્પષ્ટ નથી.

