VIDEO: સુરતમાં DCP, ACP, PI સહીત 100થી વધુ પોલીસકર્મીઓનું કોમ્બિંગ
સોર્સ : gstv
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરમાં વધતી ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટમાં આવી છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
DCP, ACP, PI સહીત 100થી વધુ પોલીસ કર્મચારીઓએ કોમ્બિંગ હાથ ધર્યું
ભેસ્તાન વિસ્તારમાં પોલીસે રાત્રી દરમિયાન કોમ્બિંગ કર્યું છે, DCP, ACP, PI સહીત 100થી વધુ પોલીસ કર્મચારીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોબાઈલ સ્નેચર,બાઈક ચોર, મારામારીમાં અગાઉ પકડાયેલ લોકોની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી હતી, તો બીજી તરફ કેટલાક આરોપીઓની પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા.

