Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: In the coordination meeting, the MLA presented that overflowing sewers are harming the health of the people

VIDEO: સંકલન બેઠકમાં ધારાસભ્યએ ગટર ઉભરાતા લોકોનાં આરોગ્યને નુકસાન થતું હોવાની રજૂઆત કરી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: સુરત શહેરમાં દૂષિત પાણી છોડવા અંગે કલેકટર કચેરીએ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરતના ધારાસભ્યો અને જીપીસીબીના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સંકલન બેઠકમાં  ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તમારી વ્યાખ્યામાં ન આવતું હોય તો તમારી વ્યાખ્યા બદલી નાખો, પરંતુ લોકોનાં આરોગ્યને જોખમમાં ના મૂકો. છેલ્લા કેટલાક સમયથી લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી ગટરમાંથી ઉભરાઈ રહ્યું હોવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. 

App Store

ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા દૃશ્યો સામે આવતા લોકોનાં સ્વાસ્થ્ય સામે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ મુદ્દો આજે સંકલન બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે ઉધના ઉદ્યોગનગર, ભેસ્તાન જેવા વિસ્તારોમાં તપેલા ડાઈગ મીલો દ્વારા કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડવામાં આવતું હોવાનું જણાવ્યું હતું અને તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત સુરત શહેરના ગભેણી-બુડિયા બ્રિજની નીચે કચરાનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી. સુડા-1, 2 અને 3 સચિન ખાતે કોમન પ્લોટમાં અસામાજિક તત્વોનું દબાણ દૂર કરવા માંગ કરાઈ હતી.