VIDEO: પત્ની પર હુમલો કરનાર પતિ પોલીસના સકંજામાં
સોર્સ : gstv
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્ની પર જાહેરમાં હુમલો કરી ફરાર થયેલા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ઉત્રાણ-મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક પાસે મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે તેના અલગ રહેતા પતિએ હુમલો કર્યો હતો. આરોપી પ્રવિણ ગોળકિયાએ પત્નીને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

