Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Gallery of Divyesh Siddharaj's apartment in Nanpura, Surat collapses, watch

VIDEO: સુરતમાં નાનપુરાના દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી, જુઓ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2025
લાઇવ ટીવીGoogle News

VIDEO: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે આજે નાનપુરા વિસ્તારમાં આવેલા દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટમાં ગેલેરીનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી તંત્રએ બંને બાજુ બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો. આ ઈમારતથી લોકોને દૂર રહેવા તંત્ર દ્વાર અપીલ કરવામાં આવી હતી. 

App Store

સુરતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના નાનપુરમાં આવેલા દિવ્યેશ સિદ્ધરાજ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ પરંતુ ગેલેરીનો ભાગ તૂટી પડયા બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તંત્રને આ અંગેની જાણ થતા લોકોને આ બિલ્ડિંગથી દૂર રહેવા અપીલ કરી હતી. બંને બાજુ બેરિકેડ મૂકી આ બાજું જતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો.