VIDEO: અમરોલીના સ્વામીએ જાહેરમાં માંગવી પડી માફી, જલારામ બાપા વિશે ટીપ્પણી કરતા થયો હતો વિવાદ
સુરતના સ્વામિનારાયણના સાધુનો બફાટ સામે આવ્યો હતો. જેમાં સ્વામીએ સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષત્રને લઈને તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, આ અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ શરૂ કર્યું હતું. જોકે જલારામ બાપાના અનુયાયીઓમા ભારે વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીએ માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો.
શું આપ્યું હતું નિવેદન
અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આર્શિવાદ લીધાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુણાતીતાનંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી ત્યારે જલારામ બાપાએ કહ્યું કે, અમારે અન્નક્ષત્ર શરૂ કરવું છે. ત્યારે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. આ નિવેદન લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો હતો.
વિરોધને જોતા માગી માફી
રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માગી લીધી હતી અને કહ્યું કે, જલારામ બાપા વંદનીય છે. તેમનો એક પ્રસંગને મેગેઝીનમાં વાંચ્યો હતો. જેમાં લખાયું હતું કે, ગુણાતીતાનંદ સ્વામી વિરપુર ગયા હતા, અને એ પ્રસંગ મેં મારા વક્તવ્યમાં કહ્યો હતો કે અયોધ્યામાં ભગવાન રામને જે થાળ ભરવામાં આવે છે. તે જલારામ વિરપુરથી દરરોજ આપવાનો શરુ થયું છે ત્યારે આ પ્રસંગને એ વાતના સંદર્ભમાં ટાંક્યો હતો. પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. આમ કહિને વિવાદને ઠારવા માટે પ્રયાસ કર્યો હતો

