Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: A video of beggars being beaten near Adajan Giriraj Society goes viral, creating a stir in the administration

VIDEO: અડાજણ ગિરીરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને માર મારવાનો વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક બનાવથી તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. અડાજણ વિસ્તારમાં આવેલી ગિરીરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા આવેલી ગાડીમાંથી ઉતરેલી ભિક્ષુકગૃહની મહિલા કર્મચારી દ્વારા વૃદ્ધને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. બે લાચાર ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હતું. જે અંગેની સમગ્ર ઘટના પાસે રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વીડિયો વાયરલ થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી.

App Store

આ સમગ્ર ઘટના અંગે પણ ભિક્ષુક ગૃહ દ્વારા તપાસના આદેશ આપવાની નોબત આવી હતી. જે તે કર્મચારી પાસે લેખિતમાં ખુલાસો માગવામાં આવ્યો હતો. ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે  અમાનવીય વર્તન કર્યું. હતું. જેમાં એક વૃદ્ધાને બળજબરીથી ઢસડવામાં આવી હતી. ત્યારબાદ એક લાફો પણ ઝીંકયો હતો. આ સમગ્ર ઘટના પાસે રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાદમાં આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ તંત્ર પણ વિચારતું થયું હતું.