સુરત/ ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભ લાખાણીનું રાજીનામું, હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પસંદગી

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગની શરૂઆત થયા બાદ જ વિવાદ શરૂ થયા હતાં. ચેરમેન વલ્લભ લાખાણીએ કંપનીનું તમામ કામ મુંબઈથી સુરત ખસેડ્યું હતું. ત્યારબાદ ફરી તેમણે અમુક કામ શરૂ કર્યાં હતાં. જ્યારે તેઓ ચેરમેન હતાં. પરંતુ કોઈક કારણોસર તેમણે પદેથી હટી જવાની વાત કર્યા બાદ મિટીંગ યોજાઈ અને તેમાં રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતી ગોવિંદ ધોળકિયાની હવે બુર્સના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી પદ પરથી દૂર થયા છે અને તેની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ બુર્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો. વિશ્વ આખામાં સુરત ડાયમંડ બુર્સનો ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી, પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઇચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થઈ છે.
કોર કમિટીની મટીંગ મળી હતી. જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી. જૂના ચેરમેન વલ્લભ લાખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સના ઉદઘાટન બાદ બાંધકામ કરનારી કંપની કોર્ટમાં ગઈ છે. એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ ફૂલ ફ્લેજ્ડ બુર્સ શરૂ થયું નથી. જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુર્સ પસાર થઈ રહ્યું છે. ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈ ફરીથી બુર્સની મુશ્કેલીઓ હળવી કરશે કે પોલિક્ટિક્સ રમાશે તેને લઈને લોકોમાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.

