Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Unseasonal rains expose Municipality's corruption

Surat News: કમોસમી વરસાદે સુરત પાલિકાની પોલ છતી કરી, મેયરના દાવા વચ્ચે ભરાયા પાણી

Timeછેલ્લું અપડેટ : 21 May 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: કમોસમી વરસાદે સુરત પાલિકાની પોલ છતી કરી, મેયરના દાવા વચ્ચે ભરાયા પાણી

સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મેયરે થોડા દિવસ અગાઉ કરેલા દાવા પર પાણી ફરી વળ્યા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા હતાં.

App Store

સમીક્ષા કરાઈ હતી

સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરીંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

કંઈ બોધપાઠ ન લીધો

કમૌસમી વરસાદે પાલિકાન પ્રિમોન્સુન કામગીરી સામે પર્શ્નો ઉભા કર્યા છે આજે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તેના પરથી પાઠ ભણીને પાલિકા કામગીરી કરે તો આગામી ચોમાસામાંથી સુરતને વરસાદી પાણીના આફતમાંથી બચાવી શકાય છે તેવી વાત લોકો કરી રહ્યાં છે. 

ટોપિક્સ:suratrainmayor