VIDEO: પેપરલીકના મુદ્દે કડક કાયદાને સમર્થન ન આપવા બાબતે કેન્દ્રીય મંત્રી પાટીલે કોંગ્રેસની કરી આકરી ટીકા
સંસદના ચોમાસુ સત્ર દરમિયાનપેપરલીકના મુદ્દે કડક કાયદાને સમર્થન ન આપવા બાબતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલે કોંગ્રેસની આકરી ટીકા થઈ રહી છે. તેમણે કહ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં સચોટ ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવીને સંસદીય સત્રને ચાલવા ન દેવા માટે વિપક્ષ સીધો જવાબદાર છે, જેના કારણે આખું સત્ર ખોરવાઈ ગયું હતું અને જનહિતના મહત્વના મુદ્દાઓ પર કામકાજ અટક્યું હતું. સાંસદ પ્રભુ વસાવાએ સંસદના મોનસૂન સત્ર મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ ટૂંકું ચાલનારું હતું, પરંતુ વિપક્ષે તેને ચાલવા દીધું ન હતું. સંસદની કાર્યવાહી પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં વિપક્ષના અયોગ્ય વલણને કારણે સત્ર ટૂંકું રહ્યું અને પૂરની ગંભીર પરિસ્થિતિ જેવા મહત્વના પ્રશ્નો પણ પૂછી શકાયા નહોતા. સત્ર એ નિર્ણાયક બિલો પાસ કરવાનું માધ્યમ છે, પરંતુ વિપક્ષે તેને બાનમાં લઈને માત્ર પોલિટિકલ સ્ટંટનું સાધન બનાવ્યું છે અને લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડી છે…

