Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two students got electrocuted at Atul railway station

Valsad News: અતુલ રેલવે સ્ટેશન પર બે વિદ્યાર્થીઓને લાગ્યો વીજ કરંટ, માલગાડીના ટેન્કર પર ચડીને કરતાં ટ્રેક ક્રોસ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Valsad News: અતુલ રેલવે સ્ટેશન પર બે વિદ્યાર્થીઓને લાગ્યો વીજ કરંટ, માલગાડીના ટેન્કર પર ચડીને કરતાં ટ્રેક ક્રોસ
સોર્સ : GSTV

શાળાએથી છૂટ્યા બાદ બે વિદ્યાર્થીઓ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઉભેલી માલ ગાડીના ટેન્કર ઉપર ચડીને ટ્રેક ક્રોસ કરતા હતાં. તે વખતે રેલવેની હાઈ ટેન્શન લાઈનમાં હાથ અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. ઘટના બનતા જ સ્ટેશન પર ઉભેલા મુસાફરો દોડી ગયા હતા. બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

App Store

સ્કૂલેથી છૂટીને ઘરે જતાં હતા

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના હરિયા ગામના ઈશ્વર ફળિયામાં રહેતા અને અટાર ગામે આવેલ પી.કે.ડી વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરતા તૃપલ અનિલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 16 ધોરણ 10 માં અભ્યાસ કરે છે..અને મિત સંતોષભાઈ પટેલ ઉંમર વર્ષ 14 જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે...આજરોજ સવારે સ્કૂલ છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ અતુલ રેલવે સ્ટેશન પણ ઊભા હતા તે દરમિયાન માલગાડીનું ટેન્કર ઉભું હતું  આ બંને વિદ્યાર્થીઓ માલગાડીના ટેન્કર ઉપર ચઢીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા.

વિજ લાઈનમાં હાથ અડતા કરંટ લાગ્યો

તે દરમિયાન રેલવેની હાઈટેન્શન વિજ લાઈનમાં હાથ અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. માલગાડીના ટેન્કર પર ચડેલા બંને વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હોવાનું સ્ટેશન પર ઉભેલા મુસાફરોએ જોતા ભાગદોડ મચી ગઈ હતી..ઘટનાની જાણ થતા સ્ટેશન માસ્ટર અને રેલવે સ્ટાફ દોડી ગયો હતો અને એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવ્યા બાદ તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે..ઘટનાની જાણ થતા વલસાડ રેલવે પોલીસની ટીમ પણ દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:valsadatul railway station