Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two complexes that did not have fire safety were sealed in Surat

સુરત ફાયરબ્રિગેડની ફરી લાલ આંખ, ફાયર સેફ્ટી ન રાખનારા બે કોમ્પલેક્સ સીલ કરાયા

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત ફાયરબ્રિગેડની ફરી લાલ આંખ, ફાયર સેફ્ટી ન રાખનારા બે કોમ્પલેક્સ સીલ કરાયા

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયરસેફ્ટીના નિયમો સઘન કરવામાં આવ્યાં હતાં. આ નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડા પાડવામાં આવતાં હતાં. ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પલેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

App Store

ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો નહિ લગાડનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. ગોડાદરા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગને સીલ મરાયા છે. અગાઉ ફાયર સેફટીના સાધનોને લઈ 3 વાર નોટિસ આપવામાં આવી હતી. છતા ફાયરના સાધનો લગાડવામાં આવ્યા ન હતા. જેથી કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાના ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બન્ને કોમ્પલેક્સને સીલ મરાયા છે ફાયરબ્રિગેડના દિશાનિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે.