Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two children playing were crushed under the bonnet as the driver

સુરતમાં ચાલકે પાર્કિંગમાંથી કાર આગળ લેતા જ બોનેટ નીચે આવી ગયા રમત રમતાં બે બાળકો

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ચાલકે પાર્કિંગમાંથી કાર આગળ લેતા જ બોનેટ નીચે આવી ગયા રમત રમતાં બે બાળકો

આપણે ત્યાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે..જો કે, આ કહેવત સુરતમાં સાચી પડી હોય તેવો બનાવ સામે આવ્યો છે. પરવત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો. ત્યાં જ બન્ને બાળકો કારના બોનેટ નીચે આવી ગયાં હતાં.

App Store

જો કે, આ અંગેની જાણ કાર ચાલકને થતાં જ તે નીચે ઉતરી ગયો હતો. બાદમાં એક બાળકને આગળથી બહાર કાઢ્યું હતું. જ્યારે બીજાને બહાર તેની માતાએ થોડીવાર બાદ કાઢ્યું હતું. જો કે, સદનસીબે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો. સહેજ ખરડાયા પણ નહોતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં. લોકોએ કહ્યું કે, કાર ચાલકોએ આગળ પાછળ જોઈને કાર ચલાવવી જોઈએ. તો ઘણાએ કહ્યું, આ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. પોતાના વ્હાલસોયાને આ રીતે રમતાં મોકલતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ.