Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two arrested for raping and murdering 11-year-old girl in Tantithiya, Surat

સુરત/ તાંતિથૈયામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર બે ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ તાંતિથૈયામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર બે ઝડપાયા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ  બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે. 

App Store

પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી.  દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા. બાળકી ગૂમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતિથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. 

બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પી એમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું. લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે. 

પહેલા દુષ્કર્મ આચર્યું બાદમાં કરી હત્યા

બંને નરાધમોએ ઘટના દિવસે ગુના વાળી જગ્યાએ બેસેલા હતા. જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી. જેથી બાળકીને જોઈ બન્ને યુવાનોના મનમાં વાસના સળવળી ઉઠી હતી. બન્ને યુવાનો બાળકીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. બાળકી એ જ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બન્ને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા.