સુરતમાં ઝઘડો થયા બાદ કિન્નરની ઘાતકી હત્યા, જે યુવક સાથે સંબંધ હતા તેણે જ ઉતાર્યું મોતને ઘાટ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો રોજે રોજ સામે આવી રહ્યાં છે. 3 દિવસમાં ચોથી હત્યા થઈ છે. સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યા થઈ છે. સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ સમગ્ર હત્યા થઈ હતી. હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
ઝઘડા બાદ હત્યા
સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી 49 વર્ષીય સજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવીહતી. કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કિશન તેની માતા સાથે રહેતો હતો. તેને કિન્નર સંજના સાથે સંબંધો હતો. જો કે, થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો. જેમાં આજે બન્ને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે તપાસ આદરી
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાનો બનાવ બન્યો છે. કિશનના સંબંધો કિન્નર સાથે હતાં. સંજના તેના ઘરે જ રહે છે. બન્ને વચ્ચે અણબનાવને લઈને ઝઘડો થયો હતો. જેમાં કિશને તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હાલ પોલીસ આરોપી કિશનને પકડવા માટે તપાસ કરી રહી છે. લોકોના નિવેદનની સાથે પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યાં છે. બન્ને વચ્ચે ઝઘડા બાદ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

