Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Toll tax being collected from locals at toll plazas, anger among motorists

Surat news: ટોલનાકા પર સ્થાનિકો પાસેથી પણ વસુલાતો ટોલ ટેક્ષ, વાહનચાલકોમાં રોષની લાગણી

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: ટોલનાકા પર સ્થાનિકો પાસેથી પણ વસુલાતો ટોલ ટેક્ષ, વાહનચાલકોમાં રોષની લાગણી
સોર્સ : GSTV

કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક ટોલ બૂથ પર ટોલ ઉઘરાવવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટોલ બુથ ઉપર વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવાય છે. જેથી વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે. આ સાથે જ સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ ટોલ ઉઘરવાતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. 

App Store

કામરેજ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં 48 ઉપર ચોર્યાસી ગામ ખાતે ટોલ પ્લાઝા કાર્યરત છે. આ ટોલ બૂથ પર ટોલ ઉઘરાવવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટોલ બુથ ઉપર વાહનચાલકો પાસેથી અને સ્થાનિક વાહનચાલકો પાસેથી પણ ટોલ ઉઘરાવાય છે, સાથે જ ટોલ નાકાના કર્મચારીઓ દાદાગીરી કરતાં હોવાના પણ કરાયા આક્ષેપ કરાયો છે. જેથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ મામલે કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે અને કામરેજ ટોલ બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો તેમજ સ્થાનિક વાહનચાલકો હાજર રહ્યા હતા.