સુરતમાં મેટ્રોની કામગીરી ગરમ કપડાના માર્કેટને પણ નડી, આ જગ્યાએ શરૂ થયું તિબેટીયન બજાર

શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી લોકો નીકળતા દેખાય છે. ત્યારે સુરતીઓ માટે દર વર્ષે તિબેટિયનો ગરમ કપડા વેચવા સુરત આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયનો સુરતમાં ગરમ કપડા વેંચવા આવી ગયા છે. અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયો છે. તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોક પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટની ઉદઘાટન કરાયુ હતું.
ઠંડી વધતા માર્કેટ શરૂ થઈ
રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપસેરો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે.
મેટ્રોના કારણે સ્થળ બદલાયું
તિબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી. પરંતુ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાઈ છે. જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી. આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

