Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : This is how the police caught the thief who broke into a house in Surat

સુરત/ ઘરમાં ચોર હોવાની શંકા ગઈ ને કર્યો પોલીસને ફોન, 5 મિનિટમાં જવાનોએ આરોપીઓની પાછળ દોડીને ઝડપ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ ઘરમાં ચોર હોવાની શંકા ગઈ ને કર્યો પોલીસને ફોન, 5 મિનિટમાં જવાનોએ આરોપીઓની પાછળ દોડીને ઝડપ્યા

સુરતના રાંદેર વિસ્તારમાં રીઢા તસ્કરોએ ઘરમાં ઘુસીને ચોરી કરી લીધી હતી. આ દરમિયાન મકાનમાલિકને ચોર ઘરમાં હોવાની જાણ થતાં જ સહેજ પણ સમય બગાડ્યા વગર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચોરને ઝડપવા માટે પાછળ દોડવાથી લઈને મોપેડની મદદથી તથા પીસીઆર વાનમાં ઝડપી લીધા બાદ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેથી મહારાષ્ટ્રના રીઢા તસ્કરોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.

App Store

તસ્કરોએ ચોરી કરી

પોલીસે કહ્યું કે, રાત્રિના 3.30 વાગ્યે કન્ટ્રોલ રૂમને ફોન આવેલો કે, કલ્પના સોસાયટીમાં અજાણ્યા ઘરમાં ઘુસ્યા છે. જેથી તાત્કાલિક પોલીસ 5 મિનિટમાં પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પૂછપરછ કરતાં ખબર પડી કે, ઉપરની રૂમની તિજોરીમાંથી સોનાના દાગીના લઈને ભાગી ગયા છે.

કોન્સ્ટેબલનું સરાહનિય કાર્ય

બે કોન્સ્ટેબલ અર્જુનભાઈ અને ગૌરવભાઈએ આજુબાજુ તપાસ કરતાં થેલી લઈને અજાણ્યા ભાગતાં હોવાથી તેની પાછળ પડીને એક કિલોમીટર દૂરથી ભાગી લીધો હતો. બીજાની પાછળ એક્ટિવા કરી હતી. જેમાં બન્ને પકડાયા હતાં. જેમાં થેલી જ્યાં ફેકીં હતી. ત્યાંથી લઈ આવવામાં આવી હતી. ત્યારબાદ ટીમ બનાવીને મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો.

રીઢા તસ્કર ઝડપાયા

સિકંદર મહારાષ્ટ્રનો છે. તેણે 55 જેટલી ચોરી કરી છે. શંકર જાદવ મહારાષ્ટ્રમાં 20થી 25 ગુના આચર્યા હતાં. આ લોકો એક કલાક રેકી કર્યા બાદ આ ઘરમાં લાઈટો બંધ હોવાથી રસોડાની ગ્રીલ તોડી અંદર પ્રવેશી બધી રૂમમાં જઈને ચોરી કરી હતી. જેથી પોલીસે કહ્યું કે, યોગેશભાઈએ ડાઉટ જતાં જે રીતે ફોન કર્યો તે ખૂબ સરાહનિય કાર્ય કર્યું હતું. જેથી લોકોએ શંકા લાગે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.