VIDEO: ડીંડોલીની મહેક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા; પરિવારને બેભાન કરી લાખોનો કર્યો હાથફેરો, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ
સોર્સ : gstv
સુરતના ડીંડોલી વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે. ડીંડોલીની મહેક સોસાયટીમાં તસ્કરોએ એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની આ ઘટનામાં તસ્કરોની હિંમત જોઈ સૌ કોઈ સ્તબ્ધ છે.
સોસાયટીમાં પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે તસ્કરોએ ઘરમાં કોઈ અજાણ્યો સ્પ્રે છાંટી તમામને બેભાન કરી દીધા હતા. ત્યારબાદ તસ્કરોએ ત્રણ મકાનમાંથી કુલ સાત મોબાઈલ અને એક મકાનમાંથી કબાટ તોડી સોના-ચાંદીના દાગીના સહિત લાખોની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ જ સોસાયટીમાં અગાઉ પણ ત્રણ વખત ચોરી થઈ ચૂકી છે, છતાં પોલીસ પેટ્રોલિંગના નામે મીંડું છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો બેફામ બન્યા હોવાનો રોષ ગ્રામજનોએ ઠાલવ્યો છે.

