Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : theme of Sheesh Mahal, Jaipur, is the seat of wish-fulfilling Shri Ganesha

સુરતમાં જયપુરના શીશ મહેલની થીમ પર બનેલા પંડાલમાં બિરાજમાન ઈચ્છાપૂર્તિ શ્રી ગણેશ, રોજે રોજ યોજાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં જયપુરના શીશ મહેલની થીમ પર બનેલા પંડાલમાં બિરાજમાન ઈચ્છાપૂર્તિ શ્રી ગણેશ, રોજે રોજ યોજાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ

માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પા તરીકે વિખ્યાત અલથાણના ગણપતિ મન્નત કા રાજા માટે આ વખતે ખાસ જયપુરના શિશમહેલની થીમ પર આકર્ષક અને સુંદર પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 

App Store

અલથાણ સ્થિત સાંઈરામ યુવક મંડળ દ્વારા સતત 25માં વર્ષે અલથાણ વેજીટેબલ માર્કેટ પાસે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંડળના કમલ મેવાવાળાએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર પંડાલનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે જયપુર ના શિષમહેલની થીમ પર 60 બાય 120 ફૂટના વિશાળ પંડાલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં વિરાજમાન ગણપતિ બાપ્પા ભક્તો માટે એક આસ્થાનું સ્થાન છે. ગણપતિ બાપ્પાની પ્રતિમાના કાનમાં કહેવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે એવી આસ્થા ભક્તોમાં છે અને એટલે જ અહીં ના ગણપતિને મન્નત કા રાજા તરીકે ઓળખાય છે. 

ગણેશ ઉત્સવના દસે દસ  દિવસ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. આ વખતે પણ પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો બાપ્પા ના દર્શન માટે ઉમટી પડ્યા છે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટેની કામના કરી રહ્યા છે. મંડળ દ્વારા પણ આ ધાર્મિક ઉત્સવ ધાર્મિક ઉજવણી સાથે સમાજિક કાર્યોની ઉજવણીનો મહોત્સવ બની રહે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. દસ દિવસ દરમિયાન રક્તદાન શિબિર, નોટબુક વિતરણ, વીર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે જ સંસ્કૃતિ કાર્યક્રમો, ભજન સંધ્યા, મહા આરતી અને કોમી એકતા આરતી જેવા વિશેષ આયોજન પણ કરવામાં આવશે. રોજ રાત્રે સાડા આઠ વાગે ઓરક્રેસ્ટા ભગવાન ગણેશજીની આરતી થાય છે. સાથે જ મીઠા ફળ પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દસ દિવસની ભક્તિ આરાધના બાદ અનંત ચતુર્દશી ના રોજ સવારે દસ વાગે અલથાણ થી હજીરા સુધી ભવ્ય વિસર્જન યાત્રા કાઢી દુંદાળા દેવને વિદાય આપવામાં આવશે.