VIDEO: ખાડાએ લીધો યુવકનો જીવ, તંત્ર સામે લોકોમાં રોષ
સોર્સ : gstv
સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તાના ખાડામાં બાઈક સાથે પટકાતા સંદીપ નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું છે. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ છે, જેમાં રસ્તાની ખરાબ હાલત સ્પષ્ટ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકાની બેદરકારી, 2થી 3 ફૂટ ઊંડા ખાડા, કાદવ-કીચડ અને સ્ટ્રીટ લાઇટના અભાવે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વારંવાર રજૂઆતો છતાં લાંબા સમયથી રસ્તાનું સમારકામ ન કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાને પગલે જવાબદારી નક્કી કરી તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠી છે.

