VIDEO: સુરતમાં સાડા ત્રણ લાખની ઠગાઈ કરતી 'લૂંટેરી દુલ્હન' ગેંગના માસ્ટરમાઇન્ડની પોલીસ દ્વારા ધરપકડ
સુરત શહેરમાં રાજ્યવ્યાપી નેટવર્ક ધરાવતી 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પોલીસે સફળ પર્દાફાશ કર્યો છે. કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલે પોતે વરરાજો બનીને છટકું ગોઠવ્યું અને મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાને દબોચી લીધો. આ ટોળકીમાં પાંચ લૂંટેરી દુલ્હન અને ત્રણ પુરુષો સામેલ હતા, જેઓ બોગસ ઓળખકાર્ડ બનાવીને લગ્નોત્સુક યુવકોને ફસાવતા હતા. આરોપીઓ ક્યારેક પિતા તો ક્યારેક ભાઈ કે ફોઈ બનીને ગોંડલના યુવક પાસેથી साડા ત્રણ લાખ રૂપિયા તથા સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગયા હતા, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સુરત, રાજકોટ તેમજ અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાંથી સત્તર લાખથી વધુની ઠગાઈ આચર્યાની કબૂલાત કરી છે. અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાયેલ મુખ્ય આરોપી હિતેશની ધરપકડ બાદ પોલીસે ગેંગની અન્ય મહિલા આરોપીઓની સઘન શોધખોળ આરંભી છે.

