VIDEO: ગુજરાત હાઇકોર્ટે વકીલોના વિરોધ બાદ પરિપત્ર રદ કરી આપી મોટી રાહત
સોર્સ : gstv
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અદાલતી કાર્યવાહીમાં A4 સાઇઝના કાગળ, ફૉન્ટ અને ટાઇપિંગ સંબંધિત અગાઉ જારી કરાયેલા કડક નિયમો સામે વકીલો દ્વારા વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ અને વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પરિપત્ર રદ કર્યો છે, જેમાં વકીલોની 90 ટકા જેટલી માંગણીઓ સંતોષવામાં આવી છે. નવા નિર્ણય મુજબ કોર્ટ કાર્યવાહીમાં તાત્કાલિક કેસો તેમજ આરોપીઓની ગેરહાજરી જેવા સંજોગોમાં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની મુખ્ય માંગનો ઉકેલ આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફૉન્ટ બાબતે કોઈપણ સિમિલર ફૉન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે A4 સાઇઝ પેપર અને બોથ-સાઇડ ટાઇપિંગના નિયમો યથાવત રાખીને અચાનક ઊભી થયેલી વ્યવહારિક મુશ્કેલીઓ સમાવવામાં આવી છે, જેનાથી તમામ અદાલતોના વકીલોને મોટી રાહત મળી છે.

