સુરત/ જ્હાંગીરપુરામાં 40 ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા વૃદ્ધનું ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યું

સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા ખેતરની અંદર આશરે 40 ફૂટ જેટલા ઊંડા કુવામાં એક વૃદ્વ પટકાયો હતો.આ અંગે ખેતરના માલિકને ખબર પડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કુવામાં પટકાયેલા વૃદ્ધને બાહર કાઢવાં માટે રેક્સ્યૂની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરની સામે વિજયભાઈ પટેલની માલિકીનું ખેતર છે. દરમિયાન આજે સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં વિજયભાઈ ખેતરમાં હાજર હતા. ત્યારે તેમને કુવામાંથી આવાજ સંભળાયો હતો. જેથી તેઓ કુવા પાસે જઈને જોતા અંદર વૃદ્ધ પડી ગયેલો દેખાયો હતો.ત્યારે તેમણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ફાયર ઓફિસર ધર્મેશ પટેલએ જણાવ્યું હતું કે, બે જવાનોને સિડી દ્વારા કુવામાં ઉતારવામાં આવ્યા હતા.
કૂવો ૩૦થી ૪૦ ફોટા જેટલા ઊંડો હતો.જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી વૃદ્ધને બાહર લાવવામાં સફળતા મળી હતી. ઊંડા કુવામાં પડી જવાને કારણે તેમને એક હાથમાં ફ્રેક્ચર થયું હતું. એન એક પગમાં ઈજા પણ થઇ હતી. પ્રાથમિક પૂછપરછ કરતા અસ્થિર મગજના હોવાનું લાગી રહ્યું હતું.તેમણે પોતાનું નામ નંદારામ વડવી (ઉ.વ.૬૦ ) હોવાનું જણાવ્યું હતું.જોકે સરનામું બતાવ્યું ન હતું.તેઓ કુવામા કઈ રીતે અને ક્યારે પડ્યા હતા તે બાબતે પણ જાણવા મળ્યું ન હતું.જોકે કુવાઓ સુખો હતો અને પાણી ન હતું જેથી તેમનો જીવ બચી ૧૦૮ એમ્બ્યુલેન્સ દવારા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

