VIDEO: સુરતમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે થયેલી મારામારી મામલે સારવાર કરનાર ડૉક્ટરનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર મામલો નવો વળાંક લીધો છે
સુરત મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે સર્જાયેલા વિવાદ અને મારામારીની ઘટનામાં હવે ટીપી સમિતિ ચેરમેન મહેન્દ્ર દેસાઈના સમર્થનમાં એક મહત્વપૂર્ણ ઓડિયો સામને આવ્યો છે. મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરા દ્વારા મહેન્દ્ર દેસાઈ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા કે તેમને લાકડી કે અન્ય વસ્તુથી બેરહેમ માર મારવામાં આવ્યો છે, જેના કારણે હાથ અને આંગળીમાં ફેક્ચર થઈ ગયું છે. પરંતુ આ મામલે જે ડૉક્ટર પાસે તેમણે સારવાર લીધી હતી, તે ડૉક્ટર સાથે મહેન્દ્ર દેસાઈની થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં ડૉક્ટર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બંનેને માત્ર સામાન્ય ઇજાઓ થઈ છે અને કોઈએ બહુ માર્યા હોય કે ફેક્ચર થયું હોય તેવું મેડિકલી દેખાતું નથી. ડૉક્ટરે એમ પણ જણાવ્યું છે કે આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આ માત્ર એક સામાન્ય બોલાચાલી બાદનો બેઠો માર કહી શકાય. બીજી તરફ, મહેન્દ્ર દેસાઈએ શરૂઆતથી જ આ તમામ આરોપોને નકારી કાઢતા તેને માત્ર એક "ખોટો પોલિટિકલ ડ્રામા" ગણાવ્યો છે અને તેમને રાજકીય રીતે બદનામ કરવા માટે આ કેસમાં સંડોવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

