Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The distinction of triple murder of the year 2022 was resolved

VIDEO: વર્ષ 2022ના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કોસંબામાં વર્ષ 2022માં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસને ખોટી બાતમી આપનાર વ્યક્તિ જ આ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. માધવદાસ સાધુએ પત્ની અને સાળાને ફસાવવા પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં માધવદાસ સાધુ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયાએ મળીને ત્રણ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. શાંતાબેન વસાવાની હત્યા બાદ મૃતદેહને સિમેન્ટ ભરેલા બેરલમાં દાટી દેવાયો હતો, જ્યારે બીમાર માતા મંજુલાબેન અને ટીબીથી પીડાતી સાળી ભગવતીની પણ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે.

App Store