Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat News: Another case registered against Shiva Takla gang in Godadara double murder case

Surat News: ગોડાદરા ડબલ મર્ડર કેસ મામલે શિવા ટકલા ગેંગ સામે વધુ એક ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોડાદરા ડબલ મર્ડર કેસ મામલે શિવાકાંત ઉર્ફે શિવા ટકલા ગેંગ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસે ગેંગ સામે "GUJCITOK" હેઠળ ગુનો નોંધ્યો છે. ડબલ મર્ડર કેસમાં સામેલ મુખ્ય આરોપી સહિત તમામ ચૌદ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. આ કેસમાં ત્રણ લોકોનું અપહરણ કરી બે વ્યક્તિને ઢોર માર મારતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ હેમખેમ ભાગી છૂટ્યો હતો.

App Store

ડબલ મર્ડરની ઘટનામાં અત્યાર સુધીમાં શિવા ટકલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી પણ છ આરોપીઓ પોલીસ પકડથી દૂર ફરી રહ્યા છે. અમદાવાદથી ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી શિવા ટકલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે PSIની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. PSI અને અન્ય પોલીસ માણસો પર પથ્થર વડે જીવલેણ હુમલાનો પણ પ્રયત્ન કર્યો હતો. જે અંગે પણ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત શિવા ટકલાને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેને કોર્ટમાં રજૂ કરી ગોડાદરા પોલીસે શિવા ટકલા સહિત ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, રૂપિયા 20 હજારની લેતી-દેતીમાં યુવકોનું અપહરણ કરી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો.