Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat diamond broker caught at Mumbai airport while bringing gold worth 18.48 lakh from Bangkok

સુરત/ હીરા દલાલ બેંગકોકથી 18.48 લાખનું સોનું લાવતા મુંબઈ એરપોર્ટ ખાતે પકડાયો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ હીરા દલાલ બેંગકોકથી 18.48 લાખનું સોનું લાવતા મુંબઈ એરપોર્ટ ખાતે પકડાયો

સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા હીરા દલાલ બેંગકોકથી સોનું લઈને આવતા બોમ્બે એરપોર્ટ ખાતે પકડાયો હતો. એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે તેની પાસેથી સોનું જ કરી લીધુ હતુ. આ સોનું છોડાવી આપવાને બહાને હીરા દલાલ પાસેથી તેના ભત્રીજા, વકીલ સહિત ત્રણ જણાએ રૂપીયા ૧૦.૧૬ લાખ પડાવી લીધા બાદ સોનું છોડાવી નહી આપી કે પૈસા પરત નહી કરી છેતરપિંડી કરી હતી. પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ તેના ભત્રીજા સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

App Store

કતારગામ વેડ રોડ વિહાર સોસાયટીમાં રહેતા હીરા દલાલ ભાવેશકુમાર દામજીભાઈ કપુરીયા (ઉ.વ.૪૩)  ગત તા ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ધંધાના કામ માટે બેગ્કોક ગયા હતા અને ત્યાંથી પરિવારના સભ્યો માટે રૂપિયા ૧૮,૪૮,૦૫૭ના કિંમતનો ૩૫૭ ગ્રામ સોનું લઈને પરત ગત તા ૩૦ ઓગસ્ટના રોજ ભારત પરત ફરતા બોમ્બે એરપોટ ખાતે પકડાયો હતો. એરપોર્ટ  ઓથોરીટીએ તેની પાસેનું સોનુ સીઝ કરી ૧૫૧૭ કલમ હેઠળ નોટીશ આપી અધિકારીએ સમન્સ આવશે ત્યારે હાજર રહી સોનું છોડાવાની પ્રોસેસ કરવાનું કહી જવા દીધો હતો. દરમ્યાન ભાવેશકુમારે આ અંગે તેના ભત્રીજા દિપક  કપુરીયા (રહે, રૂક્ષમણી એપાર્ટમેન્ટ કઠોરગામ કામરેજ)ને વાત કરતા તેઓએ તેના સિનીયર એડવોકેટ કે.ડી. શેલડીયાને વાત કરી વરાછા મીનીબજાર ખાતે મળવા માટે ગયા હતા.

દિપ કપુરીયાએ ભાવેશકુમારે કાકા તમે ફીકર નહી કરો કે.ડી. શેલડીયા સાહેબની બોમ્બે એરપોર્ટ ખાતે ઘણા સાહેબો સાથે સારી ઓળખાણ છે અને હાઈકોર્ટના મોટા વકીલ પણ છે આાપણુ કામ સારી રીતે પાર પડશે કહ્નાં હતું. ત્યારબાદ કે.ડી.શેલડીયાએ તુષાર નામના વ્યકિત સાથે મુલાકાત કરાવી હતી તુષાર સેટીંગમં તમારુ કામ કરાવી આપશે કહ્નાં હતુ. ત્યારબાદ ભાવેશકુમારને બે ત્રણ વખત બોમ્બે એરપોર્ટ ખાતે કસ્ટમ ઓફિસર મિશ્રા સાહેબને મળવાને બહાને લઈ ગયા હતા. પરંતુ મુલાકાત કરાવી ન હતી. તેમજ ભાવેશકુમારને ચાર સમન્સમાં હાજર થયા ન હોવાથી બોમ્બે કોર્ટમાંથી જમીન લઈ બોન્ડ ભરવા પડશે તેનો ૪૦ હજાર માંગ્યા હતા.