Suratના કોર્પોરેટરની દીકરી પર કેનેડામાં હુમલો, બિલ્ડરે ફોન પર ધમકી આપી કહ્યું- 'ભ્રષ્ટાચાર કરતા પહેલા ધ્યાન રાખજો'
સોર્સ : GSTV
સુરતના ભાજપના મહિલા કોર્પોરેટરની દીકરી પર કેનેડામાં જીવલેણ હુમલો થયો છે. કેનેડામાં અભ્યાસ કરતી યુવતી પર ત્રણ વાર સ્પ્રે છાંટી હુમલો કરાતા તે ગભરાઈને ભારત પરત ફરી છે. આ તરફ સુરતમાં તેના પિતાને વૉટ્સએપ પર ગર્ભિત ધમકીઓ મળી છે કે 'ભ્રષ્ટાચાર કરતા પહેલા ધ્યાન રાખજો'. જે નંબરથી ધમકી આપવામાં આવી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.
મેસેજને પગલે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકીઓ આપવા માટે વરિયાળી બજારના બિલ્ડર રિફાઈ મોહમ્મદ અશફાકે ડમી નંબરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બિલ્ડરને નોટિસ ફટકારી વધુ તપાસ હાથ ધરી છે.

