Surat: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલો, સાત ગામોમાં પાંચ ટીપી સ્કીમોનું આયોજન
સોર્સ : gstv
અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટના સુરત સ્ટેશનની આસપાસના વિસ્તારોના વિકાસ માટે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) દ્વારા ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ નંબર 61 (કોસમાડા-છેડછા-ઓવિયાણ)ની પ્રારંભિક મંજૂરી માત્ર આઠ મહિનામાં જાહેર કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર અને SUDAના અધ્યક્ષ શાલિની અગ્રવાલના નેતૃત્વમાં, હાઈ-સ્પીડ રેલના એચ-નોડ વિસ્તારમાં પાંચ ટીપી સ્કીમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે કોસમાડા, છેડછા, ઓવિયાણ, અંતરોલી, સબરગામ, નિયોલ અને વાંકણેડા ગામોને આવરી લે છે. આ યોજનાઓ ૯૦૯ હેક્ટરમાં ફેલાયેલી છે, જેમાં ટીપી સ્કીમ-61 એકલી ૧૬૪ હેક્ટરને આવરે છે અને ૧૩૫ ફાઈનલ પ્લોટ ધરાવે છે.

