VIDEO: સુરત BRTS સિટીલિંક ડ્રાઈવરનું બેફામ ડ્રાઇવિંગ, બસ ડિવાઇડર પર ચઢી
સોર્સ : gstv
સુરતમાં BRTS સિટીલિંક બસના ડ્રાઈવરનું બેફામ ડ્રાઇવિંગ સામે આવ્યું છે. મોરાભાગળ વિસ્તારમાં સુભાષ ગાર્ડન નજીક BRTS બસ ડિવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરો તેમજ આસપાસના અન્ય વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે. જોકે, શહેરમાં BRTS બસોના અકસ્માતોની વધતી ઘટનાઓને લઈને ડ્રાઈવરોની કામગીરી અને ડ્રાઇવિંગ પદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.

