VIDEO: ગોદાદરા ડી-માર્ટમાંથી ખરીદેલ બદામમાંથી જીવાત નીકળતા પાલિકાની કડક નોટિસ
સોર્સ : gstv
સુરતના ગોદાદરા વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાંથી ખરીદવામાં આવેલા બદામના પેકેટમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સ્થળ પર હોબાળો મચી ગયો છે. ઘટના અંગે જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ડી-માર્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ બાદ પાલિકાની ટીમે ડી-માર્ટને નોટિસ ફટકારીને માત્ર રૂપિયા ૫,૦૦૦નો દંડ વસૂલ્યો હતો. નોંધનીય છે કે અગાઉ પણ આ ડી-માર્ટમાં સફાઈનો અભાવ અને એક્સપાયરી ડેટ ધરાવતી વસ્તુઓ વેચવાના કારણે પાલિકા દ્વારા રૂપિયા ૭૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વારંવારની બેદરકારીને કારણે સ્થાનિક રહીશો અને ગ્રાહકોમાં ડી-માર્ટના ખાધ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

