ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ કરી માતાની હત્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

સુરત: ખટોદરા પંચશીલ નગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે.
બનાવની જાણ થતા જ ખટોદરા ACP, PI, સહિતના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. સુરતમાં 24 કલાકમાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
પુત્ર દ્વારા માતાની હત્યા
ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ 85 વર્ષીય બંગાલી માતાની હત્યા કરી છે. કિચનમાં મુકેલ દસ્તો લઇ માથામાં મારી પુત્ર દ્વારા માતાની હત્યા કરવામાં આવી છે. હત્યારા પુત્રનું નામ ગાંધી વૃદાવન બિસવાલ છે, જે મજૂરી કામ કરતો હતો. જમવાના કારણે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ પુત્રએ હત્યાને અંજામ આપ્યો હતો.

