VIDEO: સાયણ સુગર ફેક્ટરી: નવા વરાયેલા પ્રમુખ કેતન પટેલ અને ઉપપ્રમુખ જતીન પટેલે સંભાળ્યો પદભાર
સોર્સ : gstv
સુરતની સાયણ સુગર ફેક્ટરીના નવા વરાયેલા પ્રમુખ કેતન પટેલ અને ઉપ પ્રમુખ જતીન પટેલે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. ૪ તારીખે બંનેની વરણી કરવામાં આવી હતી, ત્યારબાદ આજે સભાસદોએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય શુભેચ્છાઓ પાઠવી હતી…ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી નિર્ધારિત શિડ્યુઅલ મુજબ જ સમયસર ચાલુ થશે. આ વર્ષે ૯ લાખ ટન શેરડીનું લક્ષ્યાંકિત ક્રસિંગ કરવાનો અને ખેડૂતોને તેમના પાકનો શ્રેષ્ઠ તેમજ પોષણક્ષમ ભાવ અપાવવાનો મુખ્ય દ્રષ્ટિકોણ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

