VIDEO: સાયણ સુગર મિલની ચૂંટણીનો ધમધમાટ: વિદેશથી NRI મતદારો પણ મતદાન કરવા દોડી આવ્યા!
સોર્સ : gstv
સુરત જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સાયણ સુગર મિલની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેને લઈને સભાસદો અને મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફેક્ટરીના કુલ ૧૮ ઝોનમાં ૩૭ જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ફોરેનથી વિદેશી મતદારો પણ ખાસ પહોંચ્યા છે. સાયણ સુગર ફેક્ટરીના આશરે ૨૧,૮૦૦ જેટલા સભાસદો પોતાના મતાધિકાર વડે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વિદેશથી આવેલા એનઆરઆઈ મતદાર બળવંત પટેલ તેમજ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો કેતન પટેલ અને રજનીકાંત પટેલે પણ મતદાન પ્રક્રિયા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ રોમાંચક ચૂંટણીનું પરિણામ આગામી ૧૧ ઓગસ્ટે જાહેર થશે, ત્યારે મતદારો કોને ચૂંટીને સત્તાના સિંહાસન પર બેસાડે છે તેના પર સૌની નજર ટકેલી છે.

