VIDEO: સારોલી સંગીની ટેક્સટાઇલ હબમાં આગ કાબુમાં: કરોડોનું નુકસાન, ફાયર જવાન હોસ્પિટલાઇઝ
સોર્સ : gstv
સુરતના સારોલી ખાતે આવેલા સંગીની ટેક્સટાઇલ હબ Bમાં લાગેલી ભીષણ આગ પર કલાકોની ભારે જહમત બાદ આખરે કાબુ મેળવાયો છે. બીજા માળે સિન્થેટિક કાપડના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ઘટનાસ્થળે 5 થી 6 ફાયર ફાઇટર વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન એક ફાયર જવાનની તબિયત લથડતાં તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માર્કેટમાં સિન્થેટિક કાપડનો મોટો જથ્થો હોવાથી લાખો-કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.

