VIDEO: સુરતમાં પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક વિવાદોના ઉકેલ માટે 'સમાધાન પંચ' શરૂ કરાયું
સોર્સ : gstv
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રશ્નો, છૂટાછેડા તથા મિલકતના ઝઘડાઓનું શાંતિપૂર્ણ સમાધાન લાવવાના હેતુથી 'સમાધાન પંચ'ની રચના કરવામાં આવી છે. આ પંચની સત્તાવાર શરૂઆત નવરાત્રીના પ્રથમ નોરતે ૧૧ ઓક્ટોબરથી થશે. આ માટે મહિલા આગેવાન, એડવોકેટ, સમાજના આગેવાનો અને નિવૃત્ત પોલીસ અધિકારીઓ સહિતના ૧૧ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેના પ્રમુખ તરીકે સમાજ અગ્રણી જગદીશ ખુંટની વરણી કરાઈ છે. આ સમાધાન પંચ દર સોમવારે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી બેસશે અને જરૂરિયાત મુજબ દિવસો વધારવામાં આવશે. પંચમાં અરજી કરવા માટે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે, જેથી લોકો સરળતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે.

