સુરત/ 10 વર્ષમાં 20થી વધુ ગુના આચરનાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપાયો

સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ચોરી કરી છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ ગુનામાં ભાગતા ફરતા બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપાયો છે. તેલંગાણા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે રમેશ બિશ્નોયની ધરપકડ કરી છે. રમેશ બીશ્નોઈઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણાના ખમ્મમથી રમેશ બીશ્નોઈને ઝડપી પાડ્યો છે. આરોપી રામેશ્વરમ સ્ટીલ નામની દુકાન ચલાવતો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોલેરોની ચોરી કરી હતી. ત્યારબાદ તે આ બોલેરોનો દારૂની ખેપ મારવા માટે ઉપયોગમાં લેતો હતો.
આરોપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આરોપી સામે સુરતના અલગ અલગ 12, અમદાવાદના 5 અને ગાંધીનગરના 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. એડિશનલ સીપી શરદ સિંઘલએ કહ્યું કે, ઓપરેશન ફરાર અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી છે. જેમાં આ વધુ એક સફળતા મળી છે. બાતમીના આધારે બિશ્નોઈ ગેંગના સાગરિત તેલંગણામાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ત્યાં ટીમ મોકલવામાં આવી હતી. જેમાં આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

