VIDEO: સુરતમાં લક્ઝરી બસો સામે RTOની તવાઈ, 55ને ચલણ
સોર્સ : gstv
સુરતમાં રાત્રિના સમયે દોડતી લક્ઝરી બસો સામે RTO દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી ટેક્સ અને RTOના નિયમોની અવગણના સહિતના મુદ્દે સુરત સહિત જિલ્લામાં 55 લક્ઝરી બસોને ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાં ટેક્સ બાકી હોવાના કારણે પાંચ લક્ઝરી બસોને ડિટેઇન કરવામાં આવી છે. RTO દ્વારા વિવિધ નિયમોના ભંગ અને બાકી ટેક્સ સહિત કુલ 8.40 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. સરકારને ટેક્સ ન ચૂકવી આર્થિક નુકસાન પહોંચાડતા બસ સંચાલકો સામે RTOએ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી છે. કાર્યવાહીથી લક્ઝરી બસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

