VIDEO: Suratના કીમ ગામે રિક્ષા પલટીને ખુલ્લી ગટરમાં ખાબકી, લોકોના શ્વાસ થયાં અધ્ધર
સોર્સ : GSTV
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે સ્ટેટ હાઇવે પર ખતરનાક બનાવ સામે આવ્યો છે. રાત્રે એક રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની અવાજ સાંભળી નજીક હાજર લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલકને બચાવની કામગીરીમાં લાગી પડ્યા હતા. ભયાનક લાગતી આ ઘટના દરમિયાન રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો, જે રાહતની વાત રહી. હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી હતી. કીમ નજીકના સ્ટેટ હાઈવે પર આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. રાહદારીઓ અને વાહનચાલકો માટે આ ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ રહી છે.

