Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Relief for residents of Shiv Residency, permission to stay in the house

Surat news: શિવ રેસીડેન્સીના રહીશોને રાહત, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટીવ આવતા ઘરમાં રહેવા મળી મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: શિવ રેસીડેન્સીના રહીશોને રાહત, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટીવ આવતા ઘરમાં રહેવા મળી મંજૂરી
સોર્સ : GSTV

સુરતમાં શિવ રેસીડેન્સીના રહીશો માટે સારા સમાચાર આવ્યા છે. બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટીવ આવતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. આવતીકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રહીશોને રિપોર્ટ બતાવ્યા બાદ ઘરમાં રહેવા મંજૂરી આપશે.

App Store

રાજલક્ષ્મી પ્રોજેક્ટનો રિપોર્ટ આવવાનો બાકી

સુરતમાં શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટિમ સ્થળ મુલાકાત લઇ બિલ્ડીંગની મજબૂતાઈ માટે નમૂના લીધા હતા. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ રહીશોએ હાશકારો અનુભવ્યો છે. અને હવે આ બિલ્ડીંગમાં રહેવા મંજૂરી મળી છે. આવતીકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રહીશોને રિપોર્ટ બતાવ્યા બાદ ઘરમાં રહેવા મંજૂરી આપશે. જોકે હજુ જે પ્રોજેક્ટને કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તે રાજલક્ષ્મી પ્રોજેક્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ અનુસાર બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજલક્ષ્મી બિલ્ડરના પાપે શિવ રેસીડેન્સીના 400 રહેવાસીઓને બેઘર થવાનો વારો આવ્યો હતો.