અગ્નિકાંડ બાદ આંખ ઉઘડી! સુરત ફાયર વિભાગમાં થશે ભરતી, નિયમોમાં ફેરફારોને આપી મંજૂરી

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગનું મહેકમ ઘટ ઝડપથી ભરવા સરકારનું ફરમાન મળ્યું છે ત્યારે શાસકોએ ફાયર ઓફિસરની અછત દૂર કરવા ગુરુવારે નવી લાયકાતોને મંજૂરી સાથે નિયમોમાં ફેરફારોને પણ મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃસુરતમાં પાલિકાના રેઢા રાજ! વરાછા ઝોનના કાર્યાપાલક ઈજનેર બાદ ઝોનલ ચીફ પણ રજા પર ઉતરી ગયાં
પાસ ઉમેદવારોને ભરતીમાં મળશે લાભ
ફાયર ઓફિસરની સીધી ભરતી માટે BE ફાયર, બી-ટેક ફાયરની પદવી ધરાવતા હોવા જોઇએ. વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઇએ અથવા સ્નાતક, નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા ચાલતો સબ ફાયર ઓફિસર કોર્ષ પાસ અથવા રાષ્ટ્રિય રક્ષા યુનિ.માં સબ ફાયર ઓફિસર કોર્ષ પાસ ઉમેદવાર ભરતી લાભ લઇ શકશે.
50 ટકા સીધી ભરતીને બહાલી
સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું કે, વર્ષ-2015ના લાયકાત નિયમ મુજબ હાલ સુધી ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર તરીકે 4 વર્ષનો અનુભવ ધરાવનારાને બઢતી સાથે ફાયર ઓફિસર તરીકે નિયુક્તિ અપાતી હતી. ફાયર ઓફિસરના પદ ઉપર ભરતી કરવાના બદલે 100% પદ બઢતીથી જ ભરાતા હતા. હવેથી 50% પદ સીધી ભરતીથી જ ભરવાના નિયમને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે.

