VIDEO: દક્ષિણ ગુજરાતમાં વરસાદથી નુકસાન: ખેડૂતોની મુખ્યમંત્રીને મળવાની માંગ
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ડાંગર, શાકભાજી અને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. સુરતમાં સતત પાણી ભરાઈ રહેવાથી ધરૂવાડિયા કોહવાઈ ગયા છે અને વાવણી-રોપણીનું કામ અટકી પડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સુરતના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરાવીને વળતર ચૂકવવામાં આવે તેમજ ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી કે મફત બિયારણ આપવામાં આવે. આ સાથે જ, મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન તેમની મુશ્કેલીઓની રજૂઆત કરવા માટે ૫ થી ૧૦ મિનિટનો સમય ફાળવવાની માંગ પણ કરવામાં આવી છે.

