Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Raghukul market trader in Surat uthamanu 20 crores, Phogwa affected weavers submitted

સુરત/ રઘુકુળ માર્કેટના વેપારીએ 20 કરોડમાં કર્યુ ઉઠમણું, ફોગવાના અસરગ્રસ્ત વિવર્સે કમિશનર કચેરીએ કરી રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ રઘુકુળ માર્કેટના વેપારીએ 20 કરોડમાં કર્યુ ઉઠમણું, ફોગવાના અસરગ્રસ્ત વિવર્સે કમિશનર કચેરીએ કરી રજૂઆત

સુરત ટેક્સટાઈલ શહેર તરીકે ગણના પામે છે. ત્યારે અહિં છાસવારે કરોડો રૂપિયામાં વેપારીઓ ઉઠમણાં કરતાં હોય છે. ત્યારે રઘુકુળ માર્કેટના વેપારી દ્વારા 20 કરોડ જેટલી માતબર રકમ સાથે ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી ફોગવાના અસરગ્રસ્ત વિવર્સો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. 

App Store

તાજેતરમાં 15થી 20 કરોડ રૂપિયામાં રઘુકુળ માર્કેટની એક પાર્ટી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે.આ પાર્ટીમાં વિવર્સની મોટી રકમ ફસાઈ છે. જેથી આ અંગેની પોલીસ કાર્યવાહી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ ઈન્ચાર્જ પોલીસ કમિશનરને અગાઉ પણ વેપારીની મદદમાં એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી. જેથી કેસમાં પણ વેપારીઓને ન્યાય મળે તેવી માગ કરાઈ છે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, અગાઉ પોલીસે કાર્યવાહી કરીને રિકવરી કરાવી હતી. આ વખતે મોટા માથાઓમાં આશિષ, સુરેખા અને અંજુ પાસે કરોડોની મિલકત છે. તેની પાસે ઘણું બધું છે. તો અમારી પોલીસને અપીલ છે કે, તેમની પાસે છે તો લોકોને આપી દે. પોલીસ અગાઉ પણ મદદરૂપ થઈ હતી. તો આ કેસમાં પણ મદદરૂપ થાય જેથી વેપાર ધંધા યોગ્ય રીતે થઈ શકે. સારો માહોલ જળવાઈ રહે.