Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Protest against the body of a youth who died due to alcohol consumption

Video: સુરતમાં દારૂ પીવાથી મૃત્યુ પામેલા યુવકના પાર્થિવ દેહ સામે જ વિરોધ, દારૂબંધીનો કડક અમલ કરાવવા ઉગ્ર માંગ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હાલ સમગ્ર રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા કોંગ્રેસ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં 32 વર્ષીય યુવાનનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે. મૃતકના પાર્થિવ દેહની સામે જ સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

App Store

અગાઉ આ વિસ્તારમાં દારૂના કારણે બે સગા ભાઈઓના મોત થયા હતા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેણે ફરી એકવાર દારૂના દુષણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવનેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે. સુનિલના પાર્થિવ દેહની સામે જ સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આ જ વિસ્તારમાં દારૂના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત થયા હતા.