VIDEO: Suratમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત, સોસાયટીમાં સ્થાનિકોએ કર્યો અધિકારીઓનો ઘેરાવ
સુરતમાં સ્માર્ટ વીજ મીટરો લગાવવાને લઇને રહેણાંક વિસ્તારોમાં વિરોધની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવા માટે પહોંચેલા DGVCLના અધિકારીઓને સ્થાનિક રહેવાસીઓના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓ સોસાયટીમાં કોઇ પૂર્વ જાણ કર્યા વિના સ્માર્ટ મીટર લગાવા આવ્યા હતા, જેને લઇ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોને લાગ્યું કે તેમના વિજ મીટર બદલવાની પ્રક્રિયા જાણ-જોઈને ગુપ્ત રીતે કરાઇ રહી છે.માહિતી મળતાં સોસાયટીના લોકો એકઠા થઇ ગયા અને હંગામો મચાવ્યો. વિરોધ તીવ્ર બનતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ મીટર લગાવ્યા વિના જ પરત ફરવા મજબૂર બન્યા હતા. સ્થાનિક રહીશોનું કહેવું છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલમાં ગેરરીતિ અને વધુ રકમ વસૂલવાની શંકા છે, અને અધિકારીઓ પૂરતું સ્પષ્ટીકરણ આપતા નથી.હવે જોવાનું એ રહેશે કે DGVCL આ વિરોધ સામે કેવી રણનીતિ અપનાવે છે.

